ગોંડલ

આધુનિક ગોંડલના સર્જક

ભગવતસિંહ નો જન્મ વિક્રમ સવંત ૧૯૨૧ ના કારતક સુદ પાંચમ એટલે સને ૧૯૬૫ ની ૨૪ મી ઓક્ટોબરે ધોરાજી માં થયો હતો.મહારાજા ભગવતસિંહજી તેમની યુવાવસ્થામાં ઈંગ્લેન્ડ અને ફ્રાન્સમાં લાંબા સમય સુધી રહયા હતા, એટલે તેમના માનસ ઉપર આ બન્ને દેશોની ઊંડી અસર થઈ હતી. ઈંગ્લેન્ડમાં લંડન ની થેમ્સ નદીના કિનારે જે ભવ્યાતિભવ્ય ઈમારતો હતી તેવી જ તેઓ ગોંડલમાં ગોંડલી નદીના કીનારે બાંધવા ઈચ્છુક હતા.

વિરલ વેરી તળાવ

મહારાજા ભગવતસિંહજીના વખતમાં સર્જાયેલું ગોંડલનું વેરી તળાવ એ જાહેર બાધકામ નો ઉત્કૃષ્ટ નમૂનો છે. વેરી તળાવ બન્યું ત્યારે ગોંડલ શહેરની વસ્તી આશરે ૧૫૦૦૦ જેટલી હતી. આ તળાવબાધવાનો મુખ્યઉદેશ ગોંડલ ની પ્રજા ને પીવાનું પુરતું પાણી મળી રહે એ હતો. ગોંડલ શહેર ની પ્રજા ને બે વર્ષ સુધી પૂરુંપાડી શકાય એટલું પાણી આ તળાવમાં રહે અને એથી વધારાના પાણીના જથ્થાનો ઉપયોગ સિચાઈ માટે કરી શકાય એવી ગણતરી કરી તેમણે વેરી તળાવનું વિશાળ કદ રખાવ્યું હતું. વેરી તળાવના દરવાજા ઓટોમેટીક ખુલતાં. મહારાજા ભગવતસિંહજી સમજતા હતા કે કાળા માથાનો માનવી આખરે તો માટીપગો છે. ચોમાસામાં અતિ વૃષ્ટી વખતે વીજળી જ ન હોય તો શું થાય? આથી તેમણે વેરી તળાવના દરવાજા ઓટોમેટીક રખાવ્યા હતા.

રેલ્વે સેવા

કાઠિયાવાડના મધ્યભાગમાં રેલ્વે શરૂ કરવાની પહેલ પણ ગોંડલે જ કરી હતી. ઈ.સ.૧૯૩૫ માં રેલ્વે ઢસા થી જામજોધપુર સુધી ૧૦૬ માઈલ ની હતી. પોતાની સ્વતંત્રમાલિકીની આ રેલ્વે ઉપરાંત જેતલસર-રાજકોટની ૪૬ માઈલની રેલ્વેમાં પણ ગોંડલ નો ૬ આની ભાગ હતો. સૌરાષ્ટમાં રેલ્વે શરૂ કરવાનું સર મહારાજા ભગવતસિંહજી અને તેમના ગોંડલને ફાળે જાય છે. પોરબંદરનું રેલ્વે સ્ટેશન, રાજકોટનું જંકશન આ બધાની માલિકી સર ભગવતસિંહજીની હતી.


ભગવદગોમંડલની રચના

મહારાજા ભગવતસિંહજી વિધાવ્યાસંગનું પ્રતિક હતા. તેમના ગુજરાતી ભાષા પ્રેમને લીધે વર્ષોની મહેનત પછી રચાયેલા ‘ભગવદગોમંડલ’ કોશ ના પ્રકાશને લીધે ગુજરાતી ભાષાને નવું બળ મળ્યું છે. આ ગ્રંથની રચના કરી મહારાજા ભગવતસિંહજીએ દુનીયાને દર્શાવી આપ્યું કે, ગુર્જર વાણી કેટલી સમૃધ્ધ છે. મહારાજાએ જાતે એક વિધાર્થીની ધગશથી અને જાત દેખરેખ હેઠળ આ ગ્રંથ તેયાર કરાવ્યો હતો.


ગોંડલ ના રસ્તા

પ્રાચીન સમયમાં મહાન રોમનોની માફક મહારાજા ભગવતસિંહજીને મહાન રસ્તા બાંધનાર તરીકે નું પણ માન મળ્યું હતું. ગોંડલના રસ્તાઓ એ પ્રગતિ – સાધનોના ઈતિહાસમાં નવયુગ સર્જાવ્યો હતો. ગોંડલ ના પુલો, નાળાઓ અને બીજા સાધનો કાઠિયાવાડને જ નહી પણ હિન્દુસ્તાનને માટે ગૌરવરૂપ હતા. ગોંડલ ના રસ્તા એટલે બંને બાજુ ઘટાદાર સુરક્ષિત વુર્ક્ષો, પોહોળા રસ્તાઓ અને એક મોટા અંગ્રેજ અમલદારના શબ્દોમાં ‘મોટરવાળાની સર્વોતમ સહેલાણી’ ગણાતા. ઈ.સ. ૧૯૩૫ સુધીમાં મહારાજા ભગવતસિંહજીએ ૧૨ મોટા પુલો, ૧૦૦૦ નાળાઓ અને ૩૬૦ માઈલની પાકી સડક વગેરે પાછળ બે કરોડ થી પણ વધારે રૂપિયાનો ખર્ચ કર્યો હતો.